સોમવાર, 27 સપ્ટેમ્બર, 2010

સંબંધો

અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલાં ફૂલ માફક ખરી ગયાં સંબંધો.
પ્રેમની મીઠાશ તો ક્યારની જતી રહી,
માત્ર નામ પૂરતાં જ બસ, રહી ગયાં સંબંધો.
સ્‍હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વહેણમાં વહી ગયાં સંબંધો.
શું થયું અચાનક કેમ જિંદગી મહેકી ઊઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?
આબાદ જેને રાખવા બરબાદ હું થતો રહ્યો
એ આખરે બદનામ મને કરી ગયાં સંબંધો
સ્‍નેહીઓનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે
હું એકલો થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો
થયું થયું ને બે ઘડી માટે આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમા અજંપો ભરી ગયા સંબંધો
ચમન સાથે જે રીતે ફૂલોએ દગો દીધો
બસ, એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો

અર્થ શો ?

ર્થ
નું
જી
વા
નો
ર્થ
શો ?
૨૪/૭/૮૨-શનિ