મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

આ શહેર

આ પરાયું, અજનબી લાગે મને,
સાવ ખાલી આ શહેર ભાસે મને.

હું - ને - તું

કાલ - તને ભૂલી ગઇ'તી તું - ને - હું મને
કાલ - મને ભૂલી જઇશ તું - ને - હું તને.

--- તો શું થયું ?

મારી નથી ધરા, નથી ગગન - તો શું થયું ?
મારા ચમનમાં એકપણ નથી સુમન - તો શું થયું ?
તારો હૂંફાળો હાથ મારાં હાથમાં છે - બસ છે,
આખું જગત બની ગયું દુશ્મન - તો શું થયું ?